About Chikunguniya

For Public

Chikunguniya

1.-ચિકનગુનિયા શું છે?

ચિકનગુનિયા એક વાઇરસ થી થતી બિમારી છે. જે ચિકનગુનિયા નામ ના વાઈરસ થી થાય છે. જે એક આલ્ફા પ્રકાર નો વાયરસ છે.

2. –ચિકનગુનિયા ના લક્ષણો શું છે?

અચાનક જ તાવ આવવો જે ૧૦૩ થી ૧૦૪ ડિગ્રી સુધી જેટલો પણ થઇ શકે છે. સાથે થોડીક ઠંડી લાગવી. તાવ સામાન્ય રીતે એક થી પાંચ દિવસ સુધી રહી શકે છે. તાવ ની સાથે સાથે માથા નો અને માંસપેશીઓ નો દુખાવો થાય છે.. આમ જોઈએ તો આ બધા લક્ષણો ડેંગ્યૂ નામની બીમારી માં પણ જોવા મળે છે. પણ એક લક્ષણ મહત્વનું છે કે જે ચિકનગુનિયા ને ડેન્ગ્યુ થી જુદો પાડે છે અને તે છે સાંધા નો દુખાવો. સાંધા નો દુખાવો એ એક મહત્વની નિશાની છે, ચિકનગુનિયા ના નિદાન માટે. સામાન્ય રીતે એકસાથે બહુ બધા સાંધા જકડાઈ શકે છે અથવા તો એક પછી એક સાંધા પકડાય છે. સામાન્ય રીતે હાથ, પગ ના પંજા નાં સાંધા, કાંડું, કોણી, એડી નાં સાંધા પકડાય છે. ઘૂંટણ  અને થાપા ના સાંધા પણ ઉમેરાઈ શકે છે. સાંધા સામાન્ય રીતે દુખાવો વધારે કરે છે પણ સુજન પણ આવી શકે અને એની મૂવમેન્ટ કરવા માં તકલીફ પડે છે. એટલે કે ઊભા થવામાં, ચાલવામાં, કામ કરવામાં  તકલીફ પડે છે. ઘણી વખત તો દર્દી પથારીવશ થયી જાય છે. આફ્રિકન ભાષા માં ચિકનગુનિયા નો મતલબ “to bend” એટલે કે વાંકા વળી ગયેલ થાય છે જે તેના લક્ષણો ને સાર્થક કરે છે.

આ લક્ષણો ઉપરાંત, અમુક દર્દી ને પેટ માં દુખાવો થવો, ઊબકા ઊલટી પણ થઇ શકે છે.

ચામડી ઉપર ક્યારેક દાણા નીકળવા, લાલાશ થઇ જવી એ પણ જોવા મળી શકે છે. સામાન્ય રીતે તે બિમારી ની સારી થવાની નિશાની છે. આ દાણા હાથ પગ અને પેટ તથા છાતી ઉપર વધુ જોવા મળે છે. સાથે ખંજવાળ પણ આવી શકે છે.

3. –ચિકનગુનિયા અને ડેન્ગ્યુ માં શું ફરક છે?

આમ જોવો તો આ બંને બિમારી ના લક્ષણો માં ઘણી બધી સામ્યતા છે. પણ સૌથી મહત્વનો તફાવત એ છે કે ડેંગ્યૂ માં મંશોપેશી નો દુખાવો વધારે થાય છે જ્યારે ચિકનગુનિયા માં સાંધા નો દુખાવો વધારે થાય છે.

4. –ચિકનગુનિયા ની સારવાર શું છે?

મલેરીયા, ટાઇફોઇડ ની જેમ ચિકનગુનિયા ની કોઈ ચોક્કસ દવા નથી. શરૂઆત માં દિવસો માં  સંપૂર્ણ આરામ કરવો અને પુષ્કળ પ્રવાહી લેવું બહુ જરૂરી છે.    લક્ષણ મુજબ દવા આપવામાં આવે છે. જેમ કે તાવ અને દુખાવા માટે  પેરાસિટામોલ નામ ની દવા નો ઉપયોગ કરી શકાય છે. દુખાવા માં  પેરાસિટામોલથી રાહત ના થાય તો ડોક્ટર ના માર્ગદર્શન મુજબ દુખાવાની દવા લઈ શકાય છે.

કોઈ પણ જાત ની સ્ટેરોઇડ્સ ની દવા લેવી જોઈએ નહિ. શરૂઆત ના દિવસો માં કોઈ પણ જાત ની કસરત કરવી અથવા કરાવી ના જોઈએ.

5. –ચિકનગુનિયા માં શું જોખમ થયી શકે છે?
સામાન્યરીતે ચિકનગુનિયા એ સ્વ નિયંત્રીત બિમારી છે. મોટાભાગના દર્દીઓ એક અઠવાડિયામાં માં સારા થયી જાય છે. ક્યારેક અમુક દર્દી માં એક અઠવાડીયા પછી પણ અમુક સાંધા માં દુખાવો રહી જાય છે જે લાંબા સમય સુધી રહી શકે છે.

6. –કયા દર્દી માં આ બિમારી ગંભીર સ્વરૂપ લઇ શકે છે ?

ઉંમરલાયક વ્યક્તિઓ, એક વરસ થી નાના બાળકો અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેવી વ્યક્તિને આ બીમારી ક્યારેક ગંભીર સ્વરૂપ લાઇ શકે છે. જેથી આ પ્રકાર ના દર્દીઓ એ ખાસ કાળજી રાખવી જોઈએ.

ચિકનગુનિયા ક્યારેક દર્દીના ચેતાતંત્ર એટલે કે મગજ અને નસો ઉપર , ક્યારેક હૃદય ઉપર, ફેફસા ઉપર અથવા આંખ ઉપર પણ અસર કરી શકે છે.

7. –ચિકનગુનિયા નું નિદાન કેવી રીતે થાય છે?

સામાન્ય રીતે ડૉક્ટર દર્દીના લક્ષણો ઉપરથી જ ચિકનગુનિયા નું અનુમાન લગાવી શકે છે. ક્યારેક નિદાન પાકું કરવા માટે રક્ત પરીક્ષણ કરાવી શકે છે.

પહેલા સાત દિવસ માં RT PCR નામ નો ટેસ્ટ કરવાનો હોય છે જ્યારે એન્ટીબોડી ટેસ્ટ પાંચ દિવસ પછી પોઝિટિવ આવે છે.

8. –ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?

ચિકનગુનિયા એડીસ ઇજ્યપ્તી અથવા એડીસ અલ્બોપિક્તુસ નામના મચ્છર થી ફેલાય છે. આ પ્રજાતિ ના માદા મચ્છર જ્યારે ચિકનગુનિયા ગ્રસ્ત દર્દી ને કરડી ને લોહી ચૂસે ત્યારે વાઇરસ મચ્છર ના પેટમાં જાય છે. હવે આ મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિ ને કરડે ત્યારે ચિકનગુનિયા નો જીવાણુ થી તે વ્યક્તિ સંક્રમિત થઇને બીમાર થાય છે.

મોટા ભાગ ના કેસ માં મચ્છર થી ચેપ ફેલાય છે. આ સિવાય ચિકનગુનિયા નો જીવાણુ સુવાવડી માતા થી તેના આવનાર બાળક ને પ્રસરી શકે છે.

વાયરસ યુક્ત રક્ત અથવા રક્તપદર્થો જો કોઈ વ્યક્તિ ને ચઢવા માં આવે તો પણ આ ચેપ ફેલાય શકે છે.

હવે સૌથી મહત્વ ની વાત.

9. –ચિકનગુનિયા ના વાઇરસ ને ફેલાતો કેવી રીતે અટકાવી શકાય.

ચિકનગુનિયા નો વાહક એડીસ મચ્છર દિવસ દરમિયાન જ કરડે છે.

એથી દિવસ દરમિયાન બને ત્યાં સુધી લાંબી બાય ના કપડા અથવા શરીર પૂરું ઢંકાય એવી રીતે કરવાથી માચ્છર કરડવાની શક્યતા ઓછી કરી શકાય

મચ્છર ના કરડે તે માટે ચામડી ઉપર repellent લગાવી શકાય

દવા વળી મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ

બારી માં મચ્છરદાની જેવી જાળી લગાવી જોઈએ.

મચ્છર મારવા માટે જરૂરી દવા નો ઉપયોગ કરી શકાય

દવા યુક્ત છંટકાવ કરી શકાય

મચ્છર નો ઉપદ્રવ ના થાય તે માટે શું કરી શકાય?

એડીસ મચ્છર ચોખ્ખા અને સ્થગિત પાણી માં જ ઈંડા મૂકે છે. જેથી એનું ધ્યાન રાખવું જોઈએ.

નિયમિત રીતે air-cooler, water cooler, ફ્રીજ ની નીચેની ટ્રેય, ફૂલદાની, આ બધા માં થી પાણી બદલવું જોઈએ.

ખુલ્લા ટાયર, ખુલ્લા નકામા પડેલા વાસણો, ડબ્બા વગેરે માં વરસાદી પાણી ના ભરાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

ખુલ્લા પડેલા પાત્રો જો પાણી થી ભરાવાની શક્યતા હોય તો તે ઢાંકી ને રાખવા જોઈએ.

અનિયમિત ખાડા વાળા રસ્તાને જલ્દી થી પૂરી દેવા જોઈએ જેથી એમાં પાણી ભરાઈ નાં રહે.

આવી નાની નાની વાતો ને ધ્યાન માં રાખીને તો મચ્છર ના ઉપદ્રવ ને રોકી શકીએ.

અંતમાં, ચિકનગુનિયા વિશે ની આટલી જાણકારી થકી ચિકનગુનિયા થતો અટકાવીએ અને થાય તો તેનો ઈલાજ કરાવી એ.

આભાર.

CONTACT US FOR MORE INFORMATION